Mahisagar: શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, મહિસાગરની એક શાળામાંથી ખુદ શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યને નશાની હાલમાં ઝડપી પાડ્યો છે, આ પછી શિક્ષક સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. ખરેખરમાં, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી આ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર અવનીબા મોરીએ કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા શાળાના આચાર્ય નશાની હાલતમાં જોવા મળ્યા, આ પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ખુદ આ આચાર્યને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 


ઘટના એવી છે કે, મહીસાગરના કડાણા તાલુકામાં આવેલી વાછલાવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય નશામાં ધૂત ઝડપાયો હતો. મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી આજે અલગ-અલગ શાળાઓમાં આકસ્મિક તાપસ અર્થે નીકળ્યા હતા, જ્યાં કડાણા તાલુકાની વાછલવાડા પ્રાથમિક શાળામાં તેઓ પહોંચતા શાળાના આચાર્ય સરદારભાઈ માલિવાડને સવાલ પૂછ્યા હતા, અને જરૂરી દસ્તાવેજ માગ્યા હતા ત્યારે આચાર્યની આંખો લાલચોળ હોય અને તેઓ ધ્રુજતા હોય જેને લઈ શિક્ષણાધિકારીને શંકા જતા તેને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ડિટવાસ પોલીસ મથકે આ શિક્ષક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમજ શિક્ષકનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યુ હતુ. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આકસ્મિક શાળાની મુલાકાતોને લઈ અને ગુલ્લીબાજ શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાયો છે
         
આ ઘટના અંગે ડીવાયએસપી જણાવ્યું કે, મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરીએ આજે કડાણા તાલુકાની સ્કૂલની વિઝીટમાં હતા આ દરમિયાન વાછલાવાડા પ્રાથમિક શાળામાં મુલાકાતે ગયેલા, ત્યારે ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સરદાર માલિવાડ કેફી પીણાની અસર હેઠળ જણાતા, તેમને લઈને ડિટવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. સરદાર માલીવાડને મેડિકલ તપાસણી કરી તેમના વિરુદ્ધ પ્રોહીબિશન કેફી પીણું પીવા અંગેનો ગુન્હો દાખલ કરેલો છે અને આ તાપસ ચાલુ છે.


મહીસાગરની દીકરીનો જર્મનીમાં કમાલ


મહીસાગરમાંથી એક મોટી સિદ્ધિ ગુજરાતને મળી છે, કહેવાય છે ને કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, આ વાક્યને મહીસાગરની મનો દિવ્યાંગ દીકરીએ સાર્થક કર્યું છે. ખરેખરમાં, મહીસાગર જિલ્લાની મનો દિવ્યાંગ દીકરીએ વિશ્વ સ્તર પર ફૂટબૉલની રમતમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે. આ દીકરીએ સ્પેશ્યલ ઓલિમ્પિક ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. માહિતી પ્રમાણે, મહીસાગર જિલ્લાની મનો દિવ્યાંગ દીકરી મછાર રાધાબેને જર્મનીમાં રમાઇ રહેલી સ્પેશ્યલ ઓલિમ્પિક ગેમ્સમાં ફૂટબૉલની રમતમાં દેશનું નામ રોશન કર્યું છે. ખાનપુર તાલુકાનાં નરોડા જેવા નાનકડા ગામમાંથી આવતી આ ગરીબ ખેડૂત પરિવારની દીકરીએ ફૂટબૉલની રમતમાં વિશ્વ ફલક પર નામનાં મેળવી છે, તેને જબરદસ્ત રમતનું પ્રદર્શન કરતાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. આ દરમિયાન કૉચ રમેશભાઈ સોલંકી ખુદ 80 ટકા પોલિયોગ્રસ્ત હોવાં છતા દિવ્યાંગ દિકરીને પ્રોત્સાહિત કરી હતી. રાધાબેન પોતે દિવ્યાંગ હોવા છતા કૉચ રમેશભાઈથી પ્રેરાઈ તેમને ફૂટબૉલ રમતા શીખી અને દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતુ. સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગેમ્સમાં મક્કમ મનોબળ રાખી જીત મેળવી રાધાબેન પોતે અન્ય દિવ્યાંગ લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. 


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial