Mahisagar : મહીસાગરમાં સંતરામપુર નગરપાલિકા (Santrampur Municipality)ના સફાઈ કામદારોએ પરિપત્ર સળગાવી વિરોધ કર્યો છે. સંતરામપુરમાં સફાઈ કામદારોએ પરિપત્રની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો. રોજમદાર-સફાઈ કામદારોને કાયમી ન કરવા થયેલ પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે જ સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે (Mahisagar News) સંતરામપુર નગરપાલિકામાં સૂત્રોચાર કરવામાં આવ્યાં અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું.
રાજકોટના વિદ્યાર્થીને ગે એપ ડાઉનલોડ કરવી પડી ભારે
આજના યુગના વિદ્યાર્થીઓ કઈ દિશામાં જઇ રહ્યા છે તેનું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે, રાજકોટમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ગે પાર્ટનરને મળવા ગયેલા છાત્રને ગોંધી રાખી વિડીયો ઉતારી બ્લેક મેઈલિંગ કરવામાં આવ્યો હતો. અર્ધ નગ્ન હાલતમાં વિડીયો ઉતારી વાયરલ નહીં કરવા માટે રૂપિયા 50 હજાર માંગ્યા હતા. હાલમાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ટોળકીના ચાર શખ્સને સંકજામાં લીધા છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૂળ સાયલા પંથકનો રહેવાસી અને હાલ રાજકોટના કુવાડવા રોડ પર રહેતો 21 વર્ષીય વિદ્યાર્થી આ ઘટનાનો ભોગ બન્યો છે. આ યુવકે એક ગે યુવાનોને લગતી એપ્લિકેશનમાં રજીસ્ટેશન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ એપમાં ગે યુવકો હોય છે. હવે આ યુવકે જેવુ રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે તેને HI લખીને એક મેસેજ આવ્યો, બાદમાં આ યુવકને મળવા બોલાવ્યો. જેવો યુવક સામેવાળા વ્યક્તિ મળવા ગયો ત્યારે ત્યાં હાજર ચાર યુવકોએ તેને અર્ધ નગ્ન કર્યો અને વિડીયો ઉતારી બાદમાં બ્લેક મેઈલ કરી રૂપિયા માગવામાં આવ્યા હતા. પીડિત યુવકની ફરિયાદ બાદ ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે આ ટોળકીમાં કોણ કોણ સંડોવાયેલુ છે તે બાબતે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.