Mahisagar SOG Police: અત્યારે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી મેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે, શ્રદ્ધાળુઓ પણ માતાના દર્શન કરવા પગપાળા સંઘ લઇને નીકળી રહ્યાં છે. પરંતુ આ સંઘની વચ્ચે આજે SOG પોલીસે એક દિલધડક ઓપરેશનને પાર પાડ્યુ છે. મહીસાગર SOG ની ટીમે એક નાસતા ફરતા આરોપીને અંબાજી સંઘમાં પગપાળા સંઘ સાથે પાંચ કીમી સુધી ચાલીને ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા એક વર્ષથી ચલણી નોટોના કેસમાં નાસતો ફરતો હતો.
છેલ્લાં એક વર્ષથી ચલણી નોટોના કેસમા નાસતા ફરતા એક રાજસ્થાનના આરોપીને ઝડપી પાડ્યો હતો. મહીસાગર SOG પોલીસને ટીમને બતામી મળી હતી કે, આરોપી અંબાજી પગપાળા સંઘમા જઈ રહ્યો છે, આ બાતમી આધારે મહીસાગર SOG પોલીસએ વૉચ ગોઠવી અને પછી આરોપીને સાથે સાથે સંઘમા 5 કિલોમીટર સુધી ચાલી હતી, આ દરમિયાન SOGની ટીમે પણ પગપાળ સંઘના યાત્રાળુ બની અને બાદમાં SOGની ટીમે સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીકથી આ આરોપીને ઝડપી પાડ્યો હતો.
ખાસ વાત છે કે, આ આરોપી વર્ષ 2022નાં સંતરામપુરમા ચલણી નોટોના કેસ મા નાસ્તો ફરતો હતો, હાલમાં મહીસાગર SOG પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ રાજસ્થાનનો પરિવાર સાથે અંબાજી સંઘ લઈ જવા નીકળ્યો હતો, ત્યારે આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર એસઓજીએ મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. હાલમાં જ સમાચાર છે કે, સુરેન્દ્રનગર પાસે આવેલા ધ્રાંગધ્રા-હળવદ હાઇવે એક પંબીબી ઢાબા(હૉટલ) હોટલમાંથી સુરેન્દ્રનગર ઓસએજીએ એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી પાસેથી અફીણ તથા ઓપીએટનો ડરીવેટીવ્ઝના જથ્થો સુરેન્દ્રનગર એસઓજી જપ્ત કર્યો છે. પોલીસ માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક ડૉ. ગિરીશ પંડ્યા દ્વારા હાલમાં ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ, ઔષધો, મનપ્રભાવી દ્રવ્યો તથા એનડીપીએસ એટલે કે ગાંજો, અફીણ, એમડી સહિતના જથ્થાનો ગેરકાયદેસર વેપાર, વેચાણ અને હેરાફેરી અટકાવવા સૂચના આપવામાં આવેલી હતી, સાથે સાથે આવા ગેરકાયદે દ્રવ્યો અને જથ્થાના વેપાર અને વેચાણ તેમજ હેરાફેરી કરનારાઓને પકડી પાડીને તેમના પર કેસો કરવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ અધિક્ષકની આ સૂચના બાદ સુરેન્દ્રનગર એસઓજીના પીઆઇ જાડેજાએ ખાનગી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, એસઓજી ટીમે સુરેન્દ્રનગર નજીકની ધ્રાગધ્રા-હળવદ હાઇવે પર ચુલી ગામ નજીક કાર્યવાહી કરી હતી, અહીં પંજાબી ઢાબાના (હૉટલ) કમ્પાઉન્ડમાંથી એક આરોપી જેનું નામ ભોહરસિંહ છે તેને ગેરકાયદે જથ્થાના વેપાર કરતાં ઝડપી પાડ્યો હતો. આરોપી ભોહરસિંહ પાસેથી પોલો વૉક્સવેગન ગાડીમાં ગેરકાયદેસર માદક દ્રવ્યો, અને ઓપીએટનો ડેરિવેટિવ્ઝ 149 ગ્રામ, બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા, આ સુરેન્દ્રનગર એસઓજીઓ પોતાની કાર્યવાહીમાં કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલમાં આરોપી સામે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.