મહિસાગર જિલ્લામાં સરકારી શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, મહિસાગર જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લાની તમામ શાળામાં ખેલમહાકુંભના રજિસ્ટ્રેશનનો શિક્ષકોએ બહિષ્કાર કર્યો હતો.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ મહિસાગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામ શાળામા ખેલમહાકુંભના રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરશે. સરકારની ખાતરી છતાં માંગણી ન સંતોષાતા ખેલમહાકુંભનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની તમામ આચાર્ય, સંચાલકને રજૂઆત કરાઇ હતી. જિલ્લામાં 300 સ્કૂલોમાં ખેલમહાકુંભનું રજિસ્ટ્રેશન કરાશે નહીં.
સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી છતાં આજ સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ ના આવતા જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા સંઘના આદેશનું પાલન કરશે. ખેલમહાકુંભના રજીસ્ટ્રેશનના બહિષ્કારના કારણે તેના કાર્યક્રમ પર અસર પડી શકે છે. આગામી સમયમાં ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને સરકારે જાહેરાત કરી હતી કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક ક૨વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે.
રાજ્યની સ૨કારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉ૫૨ કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે