મહિસાગરના ડીટવાસ ગામના ખેડા ફળીયાના ખેતી કામ કરતાં રમણભાઈ દલાભાઇ ડામોરના લગ્ન મંગુબેન સાથે થયા હતા. તેઓના સુખીલગ્ન જીવનમાં 3 પુત્રી જન્મી હતી. પત્નીની ત્રણ વખતની પ્રેગનન્સીમાં પુત્રીઓનો જ જન્મ થયો હતો. જ્યારે મંગુબેન પોતાની કુખે પુત્ર જન્મે તેવી ઝંખના સેવતા હોવાથી નિરાશ થઈ ગયા હતાં.
આ હતાશામાં તેઓએ પુત્ર પ્રાપ્તી ન થતાં માનસિક નિરાશામાં જ ઘરની નજીક આવેલા કુવામાં પોતાની 3 પુત્રીઓને કઠણ કાંળજે કુવામાં નાખી દીધી હતી ત્યાર બાદ પોતે પણ કુવામાં કુદી પડ્યા હતા. ડુબી જવાથી માતા સહિત 3 દિકરીઓના મોત નિપજ્યાં હતાં. બનાવની જાણ થતાં આસપાસના લોકોને ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.