બનાસકાંઠાઃ કાંકરેજના કાકર ગામમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યા પછી તેના અશ્લીલ ફોટા વાયરલ કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સગીરાના પિતાએ બળાત્કારી સામે પોલીસ ફરિયાદ કરતાં શિહોરી પોલીસે બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અશ્લીલ વીડિયો બતાવી બાળકી પર યુવકે ગુજાર્યો બળાત્કાર, જુઓ વીડિયો


આ અંગેની વિગતો એવી છે કે, કાકર ગામની સગીરા સ્નાન કરી રહી હતી, ત્યારે પ્રવીણ ઠાકોર નામના યુવકે તેના ફોટા પાડી લીધા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર પછી યુવકે સગીરાના અશ્લીલ ફોટા વાયરલ કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગઈ હતી.

સુરતઃ નરાધમ શિક્ષક 12 વર્ષીય વિદ્યાર્થિની પર ગુજાર્યો બળાત્કાર, ઘટનાથી ખળભળાટ, જુઓ વીડિયો


આ અંગે પરિવારજનોને ખબર પડતાં હાલ, પ્રવીણ ઠાકોર સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.