16th Asian Shooting Championship 2025: શૂટિંગના ગુજરાતી ચાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં કઝાકિસ્તાનમાં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના માનવરાજસિંહે દમદાર પ્રદર્શન કર્યુ છે. આ ઇવેન્ટ 16 થી 30 ઓગસ્ટ દરમિયાન કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં યોજાઇ હતી, જેમાં માનવરાજ સિંહે ગૉલ્ડની સાથે બ્રૉન્ઝ મેડલ જીતીને દેશ અને ગુજરાતને ગૌરવ અપાવ્યુ હતુ. આ ઇવેન્ટ માટે ગુજરાતમાંથી એક માત્ર પુરુષ એથ્લેટ તરીકે માનવરાજસિંહ પસંદ થયા હતા.

તાજેતરમાં કઝાકિસ્તાનમાં યોજાયેલી 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના માનવરાજસિંહે શાનદાર પ્રદર્શન કરીને ગૉલ્ડ મેડલ હાંસલ કર્યુ છે. 16 થી 30 ઓગસ્ટ દરમિયાન કઝાકિસ્તાનના શ્યમકેન્ટ ખાતે 16 મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપ યોજાઇ હતી, જેમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા, DIGP, SRPF ગૃપ 9, બરોડાના દીકરા માનવરાજ સિંહે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ અને કઝાકિસ્તાનમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. આ ટૂર્નામેન્ટમાં માનવરાજ સિંહે ટ્રેપ મેન યુથ ટીમ ઇવેન્ટમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો, અને ડબલ ટ્રેપ જૂનિયર મેન ઇન્ડિવિજુઅલ ઈવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત ડબલ ટ્રેપ જૂનિયર ટીમ ઇવેન્ટમાં પણ તેમને ગૉલ્ડ મેડલ સાથે શાનદાર જીત મેળવી હતી. મહત્વનું છે કે, ગુજરાત તરફથી આ ટૂર્નામેન્ટ માટે માનવરાજસિંહ માત્ર એક જ પુરુષ એથ્લેટટ પસંદ થયા છે.

 

                                                                       

 

'પિતા-પુત્રને ગૉલ્ડ, તો માતાને બ્રૉન્ઝ' - 40મી ગુજરાત રાજ્ય શૉટગન શૂટિંગ ચેમ્પિયનશિપ-2025માં એક જ પરિવારનો જોવા મળ્યો હતો દબદબો

આ અગાઉ ગુજરાતના આરાસા રેન્જ, મહેમદાવાદ નજીક અમસરણ ગામમા 40મી ગુજરાત રાજ્ય શૉટગન શૂટિંગ ચેમ્પિયનશિપ-2025 યોજાઇ હતી, આ ઇવેન્ટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કમાલ કર્યો હતો. રાજેન્દ્રસિંહ ચુડાસમા જે ડીઆઈજી, એસઆરપીએફ ગ્રુપ ૯ માં ફરજ બજાવે છે, તેમને આ ઇવેન્ટમાં સિંગલ ટ્રેપ વ્યક્તિગત માસ્ટર મેન્સ ઇવેન્ટમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. જોકે, ખાસ વાત તો એ છે કે, આ સ્પર્ધામાં તેમના પત્ની વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કમાલ કરતાં સિંગલ ટ્રેપ સિનિયર વુમન (ISSF) વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો હતો. આ ઉપરાંત તેમના દીકરા એટલે કે માનવરાજસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ ચેમ્પિયનશીપમાં જબરદસ્ત ધમાલ મચાવતા ડબલ ટ્રેપ (ISSF) સિનિયર મેન્સ વ્યક્તિગત ઇવેન્ટમાં ગૉલ્ડ મેડલ જીત્યો, ડબલ ટ્રેપ (ISSF) સિનિયર મેન્સ ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો અને સિંગલ ટ્રેપ (ISSF) પુરુષોની વ્યક્તિગત ઇવેન્ટમાં પણ બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો હતો.

વંદનાબા ચુડાસમાએ રાજ્ય, પૂર્વ રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ૨૨ સ્પોર્ટ્સ પિસ્તોલ, ૧૦ મીટર એર પિસ્તોલ અને સિંગલ/ડબલ ટ્રેપ શોટગન શૂટિંગમાં ૩૫ થી વધુ મેડલ જીત્યા છે. જ્યારે રાજ્યમાં પૂર્વ રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે શૂટિંગ ઇવેન્ટ્સમાં માનવરાજસિંહ ચુડાસમાએ સિંગલ/ડબલ ટ્રેપ શોટગનમાં ૨૫ મેડલ જીતી ચૂક્યા છે. ખાસ વાત છે કે, માનવરાજસિંહને સપ્ટેમ્બર 2025 માં કઝાકિસ્તાન ખાતે યોજાનારી 14મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે NRAI (નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા) દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.