ગાંધીનગર: રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી કહ્યું, લગ્ન સત્કાર સમારોહ ઉજવણીના કિસ્સામાં  100 વ્યક્તિઓની મર્યાદામાં જ મંજૂરીની સૂચના  અગાઉ આપવામાં આવી છે. વરઘોડા કે બેન્ડબાજા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવેથી લગ્ન માટે કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવાની રહેતી નથી.

કોરોના સંક્રમણ અટકે તે માટે માર્ગદર્શક સૂચના આપી છે તે નિયમો નું ચોક્કસ પાલન કરવામાં આવે. માસ્ક સોશિયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી છે.

જ્યાં રાત્રી કર્ફ્યુ અમલમાં હોય ત્યાં કર્ફ્યુના સમય દરમિયાન આવું આયોજન ન કરવા અગાઉ સૂચના આપવામાં આવી છે તે ધ્યાને  લેવામાં આવે.