જામનગરમાં કયા ધર્મગુરુએ મહિલાને સેવા માટે બોલાવી ગુજાર્યો બળાત્કાર? સમગ્ર પંથકમાં ચકચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Nov 2020 02:32 PM (IST)
ગત 6 ફેબ્રુઆરીના રોજ ઉદાસીન આશ્રમના મહંત હરીદાસે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાને મંદિરની સેવામાં બોલાવ્યા હતા અને બપોરના સમયે આશ્રમમાં બળાત્કાર ગુજાર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
જામનગરઃ જોડિયામાં બાલંભાના ઉદાસી ન આશ્રમના મહંત સામે મહિલાએ બળાત્કારની ફરિયાદ કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મહિલાએ ઉદાસીન આશ્રમના મહંત હરીદાસ સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ગત 6 ફેબ્રુઆરીના રોજ ઉદાસીન આશ્રમના મહંત હરીદાસે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાને મંદિરની સેવામાં બોલાવ્યા હતા અને બપોરના સમયે આશ્રમમાં બળાત્કાર ગુજાર્યો હતો.