અમદાવાદ: LRD ભરતી મામલે જાતિ પ્રમાણપત્રને મુદ્દે વિવાદ મામલે આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે બાંધછોડ કરવામાં આવસે નહીં. સરકાર કોઈ ખોટા આદિવાસીને પ્રમાણપત્ર નહીં આપે. સરકાર આદિવાસીઓના હકનું રક્ષણ કરશે.

આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે, કેટલાંક પક્ષો આદિવાસીઓને ગેરમાર્ગે દોરો છે. આ અંગે મુખ્યંત્રી વિજય રૂપાણીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી દીધી છે. વસાવાએ કોંગ્રેસ પર પણ કેટલાંક આક્ષેપો લગાવ્યા હતા.

વસાવાએ કહ્યું કે આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે બાંધછોડ કરવામાં આવશે નહીં. 2,322 ઉમેદવારોના જાતિપત્ર ચકાસણીનું કામ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે ટીમ બનાવી હતી તેને ચકાસણી કરી છે. 2,100 ઉમેદવારોની ખરાઈ કરી લીસ્ટ ગૃહવિભાગને આપ્યું છે.

વસાવાએ કહ્યું હતું કે, ગીરમાં વસવાટ કરતાં ચારણ, ભરવાડ, રબારી આદિવાસી છે. 1956માં આદિવાસીમાં સમાવેશ અંગેના પુરાવા છે. ખોટા પ્રમાણપત્રો પર કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસ જવાબ આપે કે કોણે ચારણ, રબારી, ભરવાડને આદિવાસી બનાવ્યા.

કોંગ્રેસની સરકારે ખોટા પ્રમાણપત્રો આપ્યા હતા. જ્ઞાતિ ચકાસણીનો કાયદો ભાજપ સરકાર લાવી છે. LRD વિવાદમાં કેસ ટુ કેસ ચકાસણી તપાસ માટે અમે તૈયાર છીએ. 1956માં 480 પરિવારોને આદિજાતી પ્રમાણપત્ર અપાયા હતા.