રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી, નોરતાની મજા બગાડી શકે છે
abpasmita.in | 02 Oct 2016 07:18 AM (IST)
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આવનારા 4-5 દિવસમાં હળવાથી ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ વરસાદના કારણે ખેલૈયાઓની નવરાત્રિ બગડવાની શકયતા છે. સાથે જ રાજ્યમાં રોગચાળા વચ્ચે વરસાદ પડતા રોગચાળો વધુ વકરે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે પણ વડોદરા, દમણ અને અમદાવાદ સહિતના ક્ષેત્રોમાં વરસાદ નોંધાયો છે.