રાજ્યમાં આવતા 24 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી
abpasmita.in | 07 Oct 2016 07:58 AM (IST)

અમદાવાદ: રાજ્યમાં હજુ 24 કલાક ભારેથી હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. તો 24 કલાક બાદ રાજ્યમાં સ્થિર થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ નબળી પડી શકે છે. એટલે કે, 24 કલાક બાદ રાજયમાં વરસાદની સ્થિતિ બળવી થઈ શકે છે.