હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ તાપમાનનો પારો ઉંચે જઇ શકે છે. ખાસ કરીને અમદાવાદીઓએ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. અમદાવાદમાં આગામી 4 દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી શકે છે.  દક્ષિણ ગુજરાતવાસીઓએ પણ ધોમધખતા તાપનો અનુભવ કરવો પડશે.


હાલ અમદાવાદ, સુરત, નવસારીનું તાપમાન સતત વધી રહ્યું છે. સુરતનું મહતમ તાપમાન 37.2 ડિગ્રી, નવસારીનું 36.5 અને વલસાડનું તાપમાન 34.0 ડિગ્રી પહોંચ્યું છે. માર્ચ મહિનો શરૂ થતાં ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ત્વચાને દઝાડતી આકરી ગરમી માટે તૈયાર રહેવાના સંકેત આપ્યા છે. 


અમદાવાદનું આજનું તાપમાન 37 ડિગ્રી પાર પહોંચી ગયું છે. આગામી 4 દિવસોમાં અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. શનિવારે સુરતનો મહતમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું, નવસારીમાં મહતમ તાપમાન 36.5 ડિગ્રી પહોંચ્યું હતું.