આગામી સાત દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો કચ્છ, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ હિટવેવની ચેતવણી જાહેર કરાઇ છે.
અમદાવાદમાં આગામી બે દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાત્રિના સમયે ઉકળાટ પણ રહેશે. અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાનું હવામાન વિભાગે આગાહી કરી હતી. હજુ સાત દિવસ રાજ્યના નાગરિકોને ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું
અમદાવાદમાં નાગરિકો સાવધાન થઇ જાય. શહેરમાં આગામી બે દિવસ ગરમીને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાટણ અને મહેસાણામાં આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરાઇ હતી. વલસાડ અને સુરતમાં પણ હિટવેવની આગાહી કરાઇ છે. સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં ત્રણ દિવસ હીટવેવની આગાહી કરાઇ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે. હજુ પણ એક અઠવાડિયામાં ગરમીમાં રાહત મળશે નહી.
રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. રાજ્યના પાંચ શહેરમાં 45 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. આજે 13 જિલ્લામાં ગરમીના ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો આજે 10 જિલ્લામાં ગરમીના યલો એલર્ટની ચેતવણી જાહેર કરાઇ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા,પાટણ,સાબરકાંઠા,સુરત અને વલસાડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
મંગળવારે રાજ્યના છ શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 14 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું હતું જ્યારે હિંમતનગરમાં હંફાવી નાખતી હાઈએસ્ટ 45.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ પણ 25મી સુધી હિટવેવ રહેશે. મંગળવારે અમદાવાદમાં મહત્ત તાપમાન 45.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું જે શેહોરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું જેમાં ગાંધીનગર, વડોદરા, અમરેલી, હિંમતનગર સુરેંદ્રનગર અને રાજકોટનો સમાવેશ થાય છે.