Gujarat Rain: હવામાન વિભાગે આજે જારી કરેલા નાઉકાસ્ટમાં આગામી ત્રણ કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ આગાહી મુજબ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.


બીજી તરફ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગના આ અનુમાનને ધ્યાનમાં રાખીને, નાગરિકોને સાવચેતી રાખવાની અને આવશ્યક સલામતી પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.


નવરાત્રીના છેલ્લા દિવસોમાં આ વરસાદ ઉત્સવના માહોલમાં ભંગ પાડી શકે છે. જો કે, રાજ્યમાં નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, હાલમાં કમોસમી વરસાદની સંભાવના છે.


અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ રહેશે. આ સિસ્ટમને લીધે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


પ્રથમ દિવસે: ઠંડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા, બીજા દિવસે: સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની સંભાવના.


ત્રીજા દિવસે: ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં સાંજના સમયે વરસાદની શક્યતા છે.


વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ઘટશે, ત્યારબાદ ફરી વધારો થવાની સંભાવના છે.


નોંધનીય છે કે આ સિઝનમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ નોંધાયો છે.


દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ




દક્ષિણ ગુજરાતમાં આજે આઠમા નોરતે વરસાદી માહોલે નવરાત્રિ ઉત્સવમાં વિઘ્ન નાખ્યું છે. સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ગરબા પ્રેમીઓની મજા બગડી શકે છે.


નવસારી જિલ્લાના ગણદેવી, બીલીમોરા અને ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે નવસારીમાં અનેક ગરબા ગ્રાઉન્ડ જળબંબાકાર થઈ ગયા છે. વીજળીના કડાકા-ભડાકા સાથે થઈ રહેલા વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી દીધી છે.


આ પણ વાંચોઃ




Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી