Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ રહેશે. આ સિસ્ટમને લીધે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રથમ દિવસે: ઠંડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા, બીજા દિવસે: સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની સંભાવના.
ત્રીજા દિવસે: ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં સાંજના સમયે વરસાદની શક્યતા છે.
વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ઘટશે, ત્યારબાદ ફરી વધારો થવાની સંભાવના છે.
નોંધનીય છે કે આ સિઝનમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ નોંધાયો છે.