ગાંધીનગરઃ ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા છે. આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે. આવતીકાલે કચ્છ, ભાવનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ,મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં માવઠું પડશે. આગામી 24 કલાક તો લઘુત્તમ તાપમાનમાં કોઈ ફરક નહીં આવે. પરંતુ 23 જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડશે. 23 થી 26 જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો 4 થી 6 ડિગ્રી સુધી ઘટી જશે. તો 25 થી 30 કિમી ગતિએ સુસવાટાભર્યા પવન ફૂંકાશે. આજે ડીસા અને ગાંધીનગર રહ્યાં સૌથી ઠંડુંગાર રહ્યું છે. આ બંને શહેરોમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડશે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. 22 જાન્યુઆરીએ અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ભરુચ અને સુરત જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
કમોસમી વરસાદથી પાકને બચાવવા નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ખેતરમાં કાપણી કરેલા પાક અને ઘાસચારો ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સુરક્ષિત સ્થળે મુકવામાં આવે ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Crime News: યુવતીના પ્રેમલગ્નથી નારાજ હતા પરિવારજનો, પ્રેમીનું કર્યુ અપહરણને કાપી નાંખ્યો પ્રાઇવેટ પાર્ટ
Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ