Gujarat Rain:રાજ્યભરમાં જુલાઈની શરુઆત સાથે જ મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે.
રાજ્યમાં ચોમાસાએ આ વખતે મોડી દસ્તક દીધી પરંતુ ચોમાસાની શરૂઆત વિલંબથી પણ ધમાકેદાર થઇ છે. ગુજરાતમાં હજુ પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદનો અનુમાન છે. ખાસ કરીને રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથકમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.સૌરાષ્ટ્રના દ્વારકા,જામનગર,રાજકોટ,ભાવનગર,મોરબી,અમરેલીમાં રેડ એલર્ટ આપ્યું છે. સહિતના વિસ્તારમાં અતિભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.
હવામાન વિભાગની આગામી મુજબ સૌરાષ્ટ્ર સહિત હજુ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ભરૂચ સુરત ડાંગ તાપી સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે ઓરેંન્જ એલર્ટ આપ્યું છે. વરસાદના અનુમાનને જોતા કચ્છમાં પણ હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ આપ્યું છે.
આગામી ત્રણથી પાંચ દિવસ સુધી હજુ પણ અમદાવાદ ગાંધીનગર વડોદરા નડિયાદ ખેડા સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા પાટણ મહેસાણા સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદનો અનુમાન છે. ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદનો અનુમાન છે.
અમદાવાદમાં ભારે વરસાદથી રસ્તા પાણી પાણી
અમદાવાદ શહેરમાં શુક્રવાર બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પ્રહલાદનગર, એસજી હાઈવે, ઈસ્કોન, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક, વાસણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાતા કામ-ધંધા અને ઓફિસથી છૂટવાના સમયે જ વરસાદ વરસતા લોકો રસ્તામાં અટવાયા હતા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે. શહેરના પૉશ એવા સાયન્સ સિટી, સોલા, એસ. જી. હાઈવે સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. એસ.જી હાઇવે, ઇસ્કોન ચાર રસ્તા અને પ્રહલાદનગરમાં ટ્રાફિક જામ થયો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદામાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
Join Our Official Telegram Channel: