Weather Forecast:રાજ્યભરમાં હિટવેવની સ્થિતિ યથાવત છે. અકળાવી દેતી ગરમીની સાથે હવે પવનનું ટોર્ચર સહન કરવા પણ તૈયાર રહેવું પડશે, હવામાન વિભાગ ભારે પવનનો અનુમાન વ્યક્ત કર્યો છે.


ઉત્તર ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ આંધી  વંટોળની  હવામાન વિભાગે આગાહી કરી છે. . હવામાન વિભાગ અનુસાર કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં આગામી આજે અને આવતીકાલે   40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શક  છે.


જો કે પવનની ગતિ વધતા રાજ્યમાં અસહ્ય ગરમીમાંથી નાગરિકોને આશંકિ રાહત મળી શકે છે.  હાલ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. બે દિવસમાં તાપમાનનો પારો બે ડિગ્રી ઘટતા અમદાવાદમાં ગરમીથી રાહત મળી છે. અમદાવાદમાં ગુરૂવારે 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું, આગામી દિવસોમાં પણ હજુ  તાપમાનનો પારો ગગડે તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


નોંધનિય છે કે, બે દિવસ અગાઉ જ કેરળમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે.  27 જુન સુધીમાં ચોમાસુ દિલ્લી પહોંચવાની ધારણા છે. ચોમાસું જુલાઈના મધ્યમાં આખા દેશને આવરી લેશે.  ધીમે ધીમે ચોમાસુ ઉત્તર પૂર્વના રાજ્યો તરફ આગળ વધવાના  સંકેત  હવામાન વિભાગે આપ્યાં છે.


ગરમીને લઈને રાજધાની દિલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા છે.ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં ભીષણ ગરમીનું ટોર્ચર યથાવત છે.. ચૂરૂમાં સવારે 11 વાગ્યે જ તાપમાનનો પારો, 42 ડિગ્રીને પાર પહોંચી જાય છે. બપોર બાદ તાપમાનનો પારો 45થી 46 ડિગ્રીને પાર થઈ જાય છે. હવામાન વિભાગે આવતી કાલે પણ  હીટવેવની આગાહી કરી છે.


ગુજરાત રાજસ્થાન યૂપીમાં ગરમીના પ્રકોપ વચ્ચે કેટલાક રાજ્યો એવા છે જ્યા ચોમાસનું આગમન થઇ ચૂક્યું તો કેટલાક રાજ્યોમાં રેલમ વાવાઝોડોની અસરના કારણે વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે.રેમલ વાવાઝોડા બાદ અસમમાં પૂરના  જનજીવન પ્રભાવિત થયું છે અસમના નવ જિલ્લાના બે લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે લાલા રાજશ્વ વિસ્તારમાં પૂરના પાણીમાં ડુબવાથી મહિલાનું મોત થયું છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.  


કેરળના કોટ્ટયમમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. કેટલાક વિસ્તારોમાં માર્ગો  જળમગ્ન  થઇ ગયા, પૂરના પાણીથી જળબંબાકારની સ્થિત સર્જાઇ છે.ગાજવીજ સાથે વરસાદ વરસતા કોઝીકોડમાં વીજળી પડતા આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે.. આલપ્પુઝા, કોટ્ટયમ, અર્નાકુલમમાં ઓરેન્જ, તો બાકીના 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.