મોડાસાઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધવા લાગ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ખેડબ્રહ્મા આઇએમએ દ્વારા લોકોને સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે શહેરો બાદ ગામડાઓ દ્વારા પણ જનતા કર્ફ્યુ રખાશે. ધનસુરાના વેપારીઓ દ્વારા બે દિવસના જનતા કર્ફ્યુનો નિર્ણય કરાયો છે. કોરોનાના વધતા સંક્રમણને રોકવા વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો છે. શનિ અને રવિવારે ધનસુરાના બજારો બંધ રહેશે.


ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ખેડબ્રહ્મા બ્રાંચે જિલ્લામાં સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરી છે. IMAખેડબ્રમ્હા બ્રાંચે કોરોનાના વધતાં કેસોને લઈને જિલ્લાના લોકોને અપીલ કરી છે. જિલ્લામાં કોરોનાની સારવાર આપતા દાવાખાનાન બેડ ફુલ થઈ રહ્યા હોવાનો દાવો કરાયો છે.

જરૂરિયાતવાળા દર્દીઓને બેડ અને સારવાર મળવામાં મુશ્કેલી થઈ રહી છે. દિવાળી બાદ વધતા કેસોને લઈને સ્વયંભુ લોકડાઉનનું પાલન કરવા અપીલ કરી છે. કારણ વગર ઘરની બહાર ન નિકળવા પણ અપીલ કરી છે. ઘરમાં પણ કારણ વગર સભ્યો એકઠા ન થવા અપીલ કરી છે. સમાજ કુંટુંબમાં આવેલા કોરોનાના કેસને સંતાડો નહીં, તેની માહિતી જવાબદાર અધિકારીને આપો.