મોડાસા: અરવલ્લીના સાયરા-અમરાપુર ગામની કોલેજમાં ભણતી એક યુવતીનો મૃતદેહ ગત 5 જાન્યુઆરીએ રહસ્યમય સંજોગોમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. આ કેસમાં હવે 3 આરોપીઓએ શનિવારે પોલીસ સામે હાજર થઈ ગયા હતાં. આ સાથે જે કારમાં યુવતીનું અપહણ કરવામાં આવ્યું હતું તે પણ જપ્ત કરવામાં આવી છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ ભાટી નીકળ્યો હતો.
પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ, જે આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર ભરવાડે શનિવારે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. આ સાથે અન્ય એક આરોપી પણ હાજર થયો હતો જેનું નામ મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદમાં લખાવવામાં આવ્યું હતું.
મૃતકની બહેન દ્વારા ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, મોડાસા બસ સ્ટેન્ડ નજીકથી બિમલ ભરવાડે તેની બહેનનું અપહરણ કર્યું હતું અને પાંચ દિવસ બાદ મૃત હાલતમાં મળી આવી હતી. આ સમગ્ર ઘટના બાદ આરોપીએ યુવતીના પરિવારને મારી નાખવાની પણ ધમકી આપી હતી.
પરિવારજનોએ નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, ત્રણેય આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને હાજર થયા હતાં. આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓએ અપહરણમાં જે કારનો ઉપયોગ કર્યો હતો તે કાર પણ કબ્જે લેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, 19 વર્ષની આ યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. વડના ઝાડ નીચે મંદિરમાં પૂજા કરવા આવેલા પૂજારીની નજર લટકતી લાશ પર પડી હતી. તેમણે તાત્કાલિક આસપાસના લોકોને બોલાવ્યા હતા. આ દરમિયાનમાં યુવતીના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મોડાસાની યુવતીના મોતની ઘટનામાં ત્રણેય આરોપીએ પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર, જાણો વિગત
abpasmita.in
Updated at:
12 Jan 2020 10:40 AM (IST)
અરવલ્લીના સાયરા-અમરાપુર ગામની કોલેજમાં ભણતી એક યુવતીનો મૃતદેહ ગત 5 જાન્યુઆરીએ રહસ્યમય સંજોગોમાં ઝાડ પર લટકતો મળી આવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -