મુંબઈ:  સાસંદ  મોહન ડેલકર આત્મહત્યા કેસને લઈ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની મુશ્કેલી વધી ગઈ છે. મુંબઈ પોલીસે પ્રફુલ પટેલ સહિત 9 લોકો સામે આત્મહત્યાની  દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. મોહન ડેલકરના પુત્ર અભિનવ અને પત્ની કલાબેને મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે. 


અન્ય આરોપીઓમાં દાદરા-નગર હવેલીના કલેક્ટર સંદીપ સિંહ, ડે. કલેક્ટર અપૂર્વ શર્મા, DySP મનસ્વી જૈન, પૂર્વ SP શરદ ભાસ્કર, તલાટી દિલીપ પટેલ અને ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓના નામ સામેલ છે. 


સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલથી લઈ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સંઘ પ્રદેશની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે કારણ કે મુંબઈ પોલીસ તમામ 9 આરોપીઓને ઝડપવા આવે. ત્યારે સર્જાઈ  ઘમાસાણ શકે છે.


ગઈકાલે જ ડેલકરના પુત્ર અને પત્ની મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. ગૃહ મંત્રી અનિલ દેશમુખે વિધાનસભામાં એલાન કર્યું હતું કે, મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવશે.