નવસારી: નવસારીમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી રેલવે ટ્રેક પર ફેંકી દેનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.  8 વર્ષ અગાઉ 22 ડિસેમ્બર, 2017 ની સાંજે વિજલપોરમાં ભાડે રહેતો આસિફ હુસેન ઉર્ફે ગુડ્ડુ પઠાણ 4 વર્ષીય બાળકીને ચોકલેટ અપાવવાની લાલચે ઉઠાવી ગયો હતો. આસિફ હુસેને બાળકી સાથે દુષ્કર્મ આચરી તેને પ્લાસ્ટિકની કોથળીમાં ભરી રેલવે ટ્રેક પાસે ઝાડીઓમાં ફેંકી દીધી હતી. 


રેલવે ટ્રેક પાસેથી પસાર થતા લોકોએ બાળકીનો અવાજ સાંભળી તેને હોસ્પિટલ ખસેડી હતી.  સમગ્ર પ્રકરણમાં આસિફ હુસેન ઉર્ફે ગુડ્ડુની ધરપકડ થયા બાદ નવસારીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આરોપી વિરુદ્ધના 20 દસ્તાવેજી પુરાવા અને 23 સાહેદોના નિવેદનોને આધારે સ્પેશિયલ પોસ્કો કોર્ટે  હુકમ કર્યો છે.  સરકારી વકીલ અજય ટેલરની દલીલોને માન્ય રાખી સ્પેશ્યલ પોસ્કો કોર્ટે હુકમ કર્યો.  


આરોપી આસિફ હુસેન ઉર્ફે ગુડ્ડુ પઠાણને બાળકી સાથે દુષ્કર્મ અને તેને રેલવ ટ્રેક પર ફેંકવાના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો હતો. સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપી આસિફ હુસેનને આજીવન કેદની સજા સંભળાવી છે. પીડિત બાળકીને વિક્ટિમ કંપન્શેશન સ્કીમ હેઠળ 10 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.