Gujarat Boat Capsized: તારિખ ૧૮/૧/૨૪ નો દિવસ વડોદરા વાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. હરણી તળાવમાં એક શાળાના બાળકો અને કેટલાક શિક્ષકો બોટીંગ માટે ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બોટ ઊંધી વળી જવાથી ૧૪ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા છે. જેમાં બે શિક્ષકો અને ૧૨ નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે.


મોરારીબાપુની રામકથા યુપીમાં શ્રાવસતી ખાતે ચાલી રહી છે. ૧૨ બાળકોના મોત થયાના સમાચાર મળ્યા ત્યારે મોરારીબાપુ અત્યંત વ્યથિત થયા હતા અને તેમણે આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ દસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય બાપુએ આ બાળકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.


શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના ડૂબી જવાથી મોત થયું હતું. એક શિક્ષિકાએ કહ્યું હતું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર  હતા. જેમાંથી ફક્ત 10 વિદ્યાર્થીને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. જેમણે જેકેટ પહેરનારા બચી ગયા હતા જ્યારે અન્ય લોકો મોતને ભેટ્યા હતા.


વડોદરા દુર્ઘટનામાં જિલ્લા મેજિસ્ટ્રેટને 10 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાના સરકારે આદેશ આપ્યા હતા. આ મામલે મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ફરાર થયો હતો જ્યારે મેનેજર સહિત બેની ધરપકડ કરવામાં આવી હતી. હરણી તળાવ ડેવલમેન્ટના કોન્ટ્રાકટર પરેશ શાહે સબ કોન્ટ્રાકટ આપીને શરતોનો ભંગ કર્યો હતો. વડોદરા હોનારતમાં પાંચ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતકના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકારે 6 લાખની સહાયની જાહેરાત કરી હતી.


નોંધનીય છે કે  82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો દાવો શિક્ષિકાએ કર્યો છે. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી. તો બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલે 9ના મોતની આશંકા વ્યક્ત કરી છે. ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓની બોટ પલટી છે. જો કે, મોતનો આંકડો વધે તેવી આશંકા છે. બે શિક્ષકો સહિત કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા છે.