મોરબીઃ મોરબી બ્રિજ દુર્ઘટના મામલાનો આરોપી જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયો હતો. મળતી જાણકારી અનુસાર, 135 જિંદગીનો ભોગ લેનાર ઓરેવા ગ્રુપનો ચેરમેન જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયો હતો. 


Morbi bridge collapse Updates:  પોલીસ ચાર્જશીટમાં થયા મોટા ખુલાસાઓ, જાણીને ચોંકી જશો


મોરબીઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસની ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલના પાપનો પર્દાફાશ થયો હતો. પોલીસ ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, ૧૫ વર્ષના માટે મેનેજમેન્ટ, મેન્ટનાસ, સિક્યુરિટી, ટિકીટ તથા તમામ એડમિનિસ્ટ્રેશન કામ કરવા ઓરેવા ગ્રુપ દ્ધારા કરાર મેળવવામાં આવ્યો હતો. બ્રિજ રિપેરીંગ કરવામાં ઓરેવા કંપનીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનો ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે.


ચાર્જશીટમાં ખુલાસો થયો હતો, ઝૂલતા બ્રિજના 49માંથી 22 તાર કટાઇ ગયા હતા. ટેકનિકલ સંસ્થા પાસેથી પુલની સ્ટ્રેન્થનું સ્ટેબિલિટી સર્ટીફિકેટ ન મેળવ્યાનો પણ જયસુખ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે. તે સિવાય પુલ રિપેરીંગ કર્યા સિવાય નિયમોનો ભંગ કરી આઠથી 12 મહિનાના સ્થાને છ મહિનામાં જ પુલ ફરી શરૂ કરી દેવાયો હતો. ચાર્જશીટમાં જયસુખ પટેલ ભાગેડુ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2008માં નવ વર્ષ માટે 300 રૂપિયાના નો જ્યુડી પેપર પર કરાર કરવામાં આવ્યા હતા.


ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે, અકસ્માત સમયે ૪૦૦થી વધુ લોકોને પુલ પર જવા દેવાયા હતા. ટેકનિકલ માણસોની જગ્યાએ ફ્રેબિકેશનનાં જાણકાર માણસોને આ પુલના રિપેરીંગનું કામ આપી દીધું હતું. ઓરેવા કંપનીએ પોતાના અંગત લાભ માટે વહેલો ખુલ્લો મૂક્યો હતો હતો.  અકસ્માત બાદ ઓરેવા ગ્રુપે બચાવ કામગીરી સહિતના કામોમાં સહકાર ના આપ્યો હોવાનો ખુલાસો થયો હતો.


ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે જયસુખભાઇ પટેલનું નામ સામેલ છે. જયસુખ પટેલ વિરુદ્ધ કલમ  308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ જેલમાં રહેલા આરોપીઓ ફરી એક વખત પોતાની જામીન અરજી રજૂ કરશે.


મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે હાઇકોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતુ. તેણે કહ્યું, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.


વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારી કે કેસમાંથી છટકી  શકુઃ જયસુખ પટેલ




 



રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ સોંપાય છે. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુખદછે પણ સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું.