Morbi Girl Harassment Video viral: મોરબીમાંથી આજે એક સનસનીખેજ વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં એક છોકરી સાથે રિક્ષાચાલક શારીરિક અડપલાં કરી રહ્યો હોય એવું દેખાઇ રહ્યુ છે. મોરબીના સરદારબાગ વિસ્તારાનો આ વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, વાયરલ થયેલો આ વીડિયો મોરબી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યો છે, લોકો કહી રહ્યાં છે કે મોરબીમાં હવે પોલીસનો કોઇને કોઇ ડર નથી, અને સંસ્કારોનું લોકો ખુલ્લેઆમ વસ્ત્રાહરણ કરી રહ્યાં છે. 


હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, આ વીડિયોમાં ઓટો રિક્ષામાં એક રિક્ષાચાલક છોકરો અન્ય છોકરી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે. આ વીડિયો મોરબીના ધમધમતા વિસ્તાર સરદારબાગનો છે. સરદારબાગની સામે જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં એક છોકરો છોકરી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે, તે સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. મોરબી પોલીસનો કેટલો ડર છે તે આ વીડિયો પરથી સાબિત થઇ શકે છે. સંસ્કારોનું આ રીતે જાહેરમાં વસ્ત્રાહરણ એ મોરબીવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે સવાલ એ થાય છે કે, આ વીડિયોના અનુસંધાનમાં પોલીસ રિક્ષાચાલકને કાયદાના પાઠ ભણાવશે કે કેમ ? 


સ્કૂલમાં 5માં ધોરણની વિદ્યાર્થિનીને કરાટે શિક્ષકે ન્યૂડ વીડિયો બતાવ્યો


અમદાવાદમાંથી વધુ એકવાર હવસનો પૂજારી શિક્ષક ઝડપાયો છે, સમાચાર મળી રહ્યાં છે કે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કરાટે શિક્ષકે ધોરણ પાંચમા ભણતી એક વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવીને અડપલાં અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે. આ વાતને લઇને વિદ્યાર્થિનીના વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો અને કરાટે શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, પોલીસે હાલ કરાટે શિક્ષકને ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. 


મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાથી વધુ એક મોટો છેડતીનો કિસ્સો સામે આવ્યો છે, શહેરમાં વસ્ત્રાલમાં આવેલી એકલવ્ય સ્કૂલમાં આ ઘટના ઘટી છે, અહીં એક કરાટે શિક્ષક જેનુ નામ આર્ય દુબે છે, તેને સ્કૂલમાં જ પાંચમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવ્યો છે. શિક્ષકની દાનત વિદ્યાર્થિનીની પર બગડી અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આખો મામલો પ્રકાશમાં આવી જતાં વિદ્યાર્થિનીના માતા પિતાએ હવસના પૂજારી શિક્ષક વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાસ વાત છે કે, એકલવ્ય સ્કૂલની આ પાંચમા ધોરણની વિદ્યાર્થિનીએ આ વાતની જાણ તેના ઘરે કરતાં વાલીએ સ્કૂલમાં જઇને હોબાળો મચાવ્યો હતો, અને વાલીએ તાત્કાલિક પગલાં ભરતાં કરાટે શિક્ષક વિરૂદ્ધ રામોલ પોલીસ મથકે શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે કરાટે શિક્ષકની ધરપકડ કરી લીધી હતી.