Morbi News : 11 ઓગસ્ટ 1979ના રોજ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તૂટી પડતા જળપ્રલય સર્જાયો હતો. આ હોનારતમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા અને વ્યાપક માનવ ખુમારી થઇ હતી. આ હોનારતના કાળમુખા દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી, ત્યારે આજે દિવંગતોની યાદમાં 21 સાયરનની સલામી બાદ મૌન રેલી યોજાઈ હતી. 


મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ હોનારતની વરસીના દિવસે આજે 11 ઓગસ્ટ બપોરે 3:15 કલાકે 21 સાયરનની સલામી સાથે દિવંગતોની યાદમાં મૌન રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ  મૌન રેલીમાં મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, જીલ્લા એસપી, તેમજ નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ જીલ્લા ભાજપ, કોંગ્રેસ આગેવાનો સહિતના જોડાયા હતા.


મૌન રેલી મણીમંદિર ખાતે બનાવવામાં આવેલ સ્મૃતિસ્તંભ ખાતે પહોંચી હતી, જ્યાં તમામ લોકોએ મૃતાત્માઓને સ્મૃતિવંદના કરી હતી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ  પ્રસંગે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે એ કાળમુખા દિવસને આજે પણ મોરબી ભૂલી શક્યું નથી અને આજે એ ઘટનાને 43 વર્ષ વીત્યા છતાં દર વર્ષે મૌન રેલી યોજાય છે અને એ દિવસને યાદ કરી મોરબીવાસીઓ આજે પણ રડી પડે છે. 


જયારે સાંસદ મોહન કુંડારિયાએ એ દિવસને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ નવસારી હતા અને ઘટના વિશે માહિતી મળતા બાદમાં તેઓ મોરબી આવ્યા હતા, તે દ્રશ્ય જોઇને તેઓ ભાંગી પડ્યા હતા અને મોરબી ફરી ક્યારેય બેઠું થઇ શકશે નહિ તેમ લાગતું હતું. જોકે મોરબીવાસીઓની ખુમારીએ મોરબીને ફરી બેઠું કરી દીધું છે તેમ જણાવ્યું હતું જોકે એ દિવસને ક્યારેય ભુલાવી શકાશે નહિ તે પણ હકીકત છે. 


આ પણ વાંચો : 


GODHRA : એસટી બસે સાત જેટલા લોકોને અડફેટે લીધા, જુઓ રુવાડા ઉભા કરી દે તેવી ઘટનાનો વિડીયો


Mehengai Pe Halla Bol Rally: મોંઘવારી મુદ્દે કોંગ્રેસ કરશે મોટી રેલી, 28 ઓગસ્ટે દિલ્હીમાં 'મહેંગાઈ પે હલ્લા બોલ રેલી'ની જાહેરાત

Gandhinagar: 15 ઓગસ્ટ અગાઉ પોલીસ પરિવારને મળશે મોટી ભેટ, ગ્રેડ-પે મુદ્દે ગુજરાત સરકાર લેશે નિર્ણય