Morbi  : મોરબી જિલ્લામાં વસતા માજી સૈનિક પરિવારો માટે આજે રાજપર ખાતેની પટેલ સમાજ વાડી ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સૈનાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ માજી સૈનિક પરિવારોએ ઉપસ્થિત રહીને સંમેલનને સફળ બનાવ્યું હતું. 


મોરબી જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા આજે રાજપર ખાતેની પટેલ સમાજ વાડીમાં સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં  વિવિધ સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા. માજી સૈનિકોને મૂંઝવતા પ્રશ્નો જેવા કે કેન્ટીન કાર્ડ, પેન્શન તેમજ મેડીકલ સહિતના પ્રશ્નો સ્થળ પર રજુ કરવામાં આવ્યા હતા અને પ્રશ્નો સ્થળ પર ઉકેલાય તે માટે સ્ટોલ રાખવામાં આવ્યા હતા.


સંમેલનમાં જિલ્લામાં વસતા માજી સૈનિક પરિવારો ઉપરાંત સૈન્યના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેને માજી સૈનિકોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. સાથે જ રાજપર ડેવલપમેન્ટ ગ્રુપના સહયોગથી માજી સૈનિક પરિવારો માટે ભોજનનું પણ આયોજન કરાયું હતું તો સૈનિકોને સન્માન આપવા રાજપર પટેલ સમાજ વાડી પણ નિ:શુલ્ક આપવામાં આવી હતી. 


કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની બે દીકરીઓનો કમાલ
કોમનવેલ્થ ગેમ્સ 2022 ના 9મા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારુ રહ્યું હતું. ભારતીય કુસ્તીબાજોએ સૌથી પહેલા કુસ્તીમાં પોતાની તાકાત બતાવી. હવે ગુજરાતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.  આ ભારતીય ખેલાડીએ ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે.


જ્યારે ગુજરાતની સોનલ બેન પટેલે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી. અત્યાર સુધી ભારતે 40 મેડલ જીત્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે ટોકિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે.