BIG BREAKING: મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુર પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા છે. તમને જણાવી દઈએ કે,નવા વર્ષના દિવસે પુલ શરૂ થયો હતો. હાલમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક ભાજપ નેતા કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે, આ અકસ્માતમાં 80 લોકોના મોત થયા છે.
દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતી. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હાલમાં એક બાદ એક એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી રહી છે. હજૂ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા.
સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું
મોરબીની આ દૂર્ઘટના પર સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
પીએમ મોદીએ સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરી
તો બીજી તરફ પીએમ મોદીએ આ દૂર્ઘટના અંગે ગુજરાતના સીએમ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની પહોંચવા કહ્યું છે. તેમણે પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.
જગદીશ ઠાકોરે કાર્યકરોને મદદ માટે જવા અપીલ કરી
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ટ્વીટ કરતા લખ્યું કે, મોરબીમાં ખુલ્લા મુકાયેલા ઝૂલતા પુલના તૂટી પડવાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો. 400થી વધુ લોકો ઘટનાનો ભોગ બન્યા મોરબી અને આજુબાજુના વિસ્તારના સૌ કોંગ્રેસના કાર્યકર અને આગેવાનોને નમ્ર વિનંતી કે તેઓ જલ્દીથી રાહત કાર્યમાં જોડાય લોકોની મદદ કરે. ઘટનામાં મૃતકોના પરિવારો માટે મારી સંવેદનાઓ.
એરક્રાફટ મામલે આપણે દુનિયાના ટોપ 3 દેશોમાં શામિલ થઈશું- પીએમ મોદી
ઇસ ઓફ ડુંઇંગ માં ભારત આગળ વધી રહ્યું છે. આ વિમાનો સેનાને તાકાત આપશે જ સાથે એર ક્રાફટને પણ વહન કરશે. શિક્ષા અને સંસ્કૃતિ માટે જાણીતું વડોદરા એવિએશન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઓળખાણ બનાવશે. ભારત પહેલા વિમાનના નાના મોટા પાર્ટ્સ મંગાવતું હતું. આ પ્રોજેકટ સાથે ભારતના 100થી વધુ એમ.એસ.એમ.ઇ કંપનીઓ જોડાઈ છે. આ ધરતી થી મેડ ઇન ઇન્ડિયા,મેક ધ ગ્લોબ બનશે. એર ક્રાફટ મામલે આપણે દુનિયાના ટોપ 3 દેશોમાં શામિલ થઈશું. આવનાર 10-15 વર્ષોમાં ભારતને 2000 થી વધુ એર કાર્ગો અને પેસેન્જર બસની જરૂર પડશે. જેની ભારત હમણાંથી જ તૈયારીઓ કરી રહ્યું છે. આજના આયોજનમાં વિશ્વ માટે પણ સંદેશ છે. આજે ભારત દુનિયા માટે સુવર્ણ તક લઈને આવ્યું છે. ભારત સપ્લાય ચેનમાં વિઘ્ન હોવા છતાં સફળ રહ્યું. ભારત પાસે ટેલેન્ટેડ મેન પાવર મોટી સંખ્યામાં છે. આ વિમાનો સેનાને તાકાત આપશે જ સાથે એરક્રાફ ને પણ વહન કરશે. શિક્ષા અને સંસ્કૃતિ માટે જાણીતું વડોદરા એવિએશન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઓળખાણ બનાવશે.