Morbi: મોરબીના સનાળા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડો પાડીને આઇસરમાં ભરેલા દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતા. આઇસરમાંથી 3000 બોટલ દારૂ સાથે કલ્પેશભાઈ ઉર્ફે લાલો હરદાસ લગારિયાને ઝડપીને રૂપિયા 19.31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછમાં જૂનાગઢના બુટલેગર ધીરેન કારિયા સહીત અન્ય ચારનામો ખુલ્યા  હતા.


કેશોદમાં ટ્રકમાંથી દારૂ ઝડપાયો


કેશોદના માંગરોળ રોડ પરથી વિદેશી દારૂ ભરેલ વાહન પસાર થવાનું હોવાની બાતમી મળતા પોલીસે 66 કેવી સબ સ્ટેશન નજીક પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી. જીજે 03 ડબલ્યુ 7921 નંબરનો એક ટ્રક પસાર થતાં શંકા આધારે તેને રોકવતા ટ્રકનો ડ્રાઇવરે નાસી છૂટવા કોશીશ કરતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ટ્રકની પાછળના ભાગે તાડપત્રી હટાવતાં તેમાં દારૂ હોવાનું ખુલ્યું હતું. પોલીસે ટ્રક ડ્રાઇવરની પુછપરછ કરતાં તેણે તેનું નામ સુરેન્દ્રનગર સલાયાના ચોરાવીરાનો બટુક રાજાભાઈ માથાસુરિયા હોવાનું જણાવી પોતે દલસુખ ઉર્ફે મુનો ઉર્ફે મેહુલ ઠાકોરના કહેવાથી દમણ ખાતે પહોંચતાં અજાણ્યો વ્યક્તિ તેમની પાસેથી ટ્રક લઈ દારૂ ભરી મૂકી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે 15,84,000ની કિંમતનો જુદી જુદી બ્રાંડની 7416 ઈગ્લીસ દારૂની બોટલ, 5 લાખની કિંમતનો ટ્રક, રોકડ 4 હજાર, મોબાઈલ, તાડપત્રી સહિત 20,91000નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.  


રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી, પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા થશે


હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થનારી IPL મેચમાં વરસાદની શક્યતા નહીંવક છે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, ભુજ, સુરેન્દ્ર નગર, મોરબીમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ, નવસારી, દાહોદ, સુરત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા થવાની પણ શક્યતા છે. એકાદ જગ્યાએ મધ્યમ વરસાદ રહી શકે છે, આવતીકાલથી વરસાદની શક્યતા નહીંવત છે.


બનાસકાંઠાના સરહદીય વાવ,થરાદ અને સુઇગામ વિસ્તારોમાં કમોમસી વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. થરાદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. જાહેર માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થયા છે. કમોસમી વરસાદમાં જ જાહેર માર્ગો પાણી પાણી થતા પાલિકાની ઘોર બેદરકારી  સામે આવી છે.