ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 441 નવા કેસ નોંધાયા છે જ્યારે 49 દર્દીઓના મોત થયા છે. આજે 186 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 6245 પર પહોંચી છે અને મૃત્યુઆંક 368 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.


અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલા કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 349 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા 20, સુરત 17, રાજકોટ 1,ભાવનગર,ગાંધીનગર,પાટણ, અરવલ્લી,જૂનાગઢ 2-2 કેસ, બનાસકાંઠા 10, મહેસાણા 10,પંચમહાલ 4, બોટાદ 8, ખેડા 4, સાબરકાંઠા 4 અને મહિસાગરમાં 4 કેસ નોંધાયા છે.



સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 49 લોકોનાં મોત થયા છે. જેમાંથી 15નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 34નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 49 મોતમાંથી અમદાવાદમાં 39,અરવલ્લી 1, ગાંધીનગર 1, ખેડા 1,સાબરકાંઠા 1, સુરત 2, વડોદરા 3 અને મહિસાગરમાં 1 મોત થયું છે. આ સાથે ગજરાતમાં કુલ મૃત્યુઆંક 368 પર પહોંચ્યો છે.



રાજ્યમાં કુલ 6245 કોરોના કેસમાંથી 29 દર્દી વેન્ટિલેટર પર છે અને 4467 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1381 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 89632 ટેસ્ટ થયા જેમાંથી 6245 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.