વાવાઝોડાના સંકટને લઈને કાંઠા વિસ્તારના 20 હજારથી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jun 2020 04:43 PM (IST)
વાવાઝોડાના સંકટને લઈને રાજ્યના કાંઠા વિસ્તારના 20 હજાર 483 લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગર: નિસર્ગ વાવાઝોડાને લઈને ગુજરાત માટે રાહતના અને મોટા સમાચાર આવ્યા છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે નિસર્ગ વાવાઝોડું હવે નહીં ટકરાય, પરંતુ વાવાઝોડની અસર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રૂપે થશે. વાવાઝોડાના સંકટને લઈને રાજ્યના કાંઠા વિસ્તારના 20 હજાર 483 લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે. NDRFની 13 અને SDRFની 6 ટીમ તૈનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે IMD ડિરેક્ટર જયંત સરકારે પત્રકારોને માહિતી આપી હતી.