સોમનાથ કોડીનાર નેશનલ હાઈવેની બેદરકારીએ એક યુવકનો ભોગ લીધો છે. ભુવાટીંબી ગામ નજીક પુલના અધૂરાં કામમાં બાઈક સવાર ખાબક્યો હતો. જેના કારણે પ્રાચી ગામના આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, પુલમાં અત્યાર સુધી 6થી વધુ લોકોનાં અકસ્માત થયા છે.
પ્રાચી ગામના યુવક રાત્રિના સમયે બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન પુલ દેખાયો નહીં અને યુવક બાઈક લઈને ભુવાટીંબી ગામ નજીક અંધારા બાઈક સવાર પુલ પરથી ખાબક્યો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. રાત્રિનો બનાવ છેક સવારે માલુમ પડ્યું હતું.
નોંધનીય છે કે, મોટા ભાગે રાત્રિના સમયે પુલ નજરે ન પડતાં લોકો અકસ્માતનો ભોગ બને છે. પુલમાં અત્યાર સુધી 6થી વધુ અકસ્માત સર્જાયા છે. પુલના કામમાં સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા એક વર્ષથી આ પુલનુ કામ અધૂરું છે.
ગીર સોમનાથ-કોડીનાર નેશનલ હાઈવેની બેદરકારીએ લીધો એક યુવકનો જીવ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2020 01:49 PM (IST)
સોમનાથ કોડીનાર નેશનલ હાઈવેની બેદરકારીએ એક યુવકનો ભોગ લીધો છે. ભુવાટીંબી ગામ નજીક પુલના અધૂરાં કામમાં બાઈક સવાર ખાબક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -