Mysterious Epidemic: રાજ્યમાં વરસાદી સિઝન ધીમી પડી છે, ત્યારે હવે ઠેર ઠેર રોગચાળો ફાટી નીકળવાના સમાચારો સામે આવી રહ્યાં છે. હાલમાં જ કચ્છમાં એક ભેદી બીમારીએ કહેર વર્તાવ્યો હોવાના સમાચારો મળી રહ્યાં છે. ચાંદીપુરા બાદ હવે કચ્છમાં એક ભેદી બીમારીએ માથું ઉંચક્યુ છે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં છેલ્લા ચાર દિવસ દરમિયાન 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. લોકોના શંકાસ્પદ મોતનો સિલસિલો યથાવત છે, આજે વધુ બે લોકોના મોત થતાં આ મૃત્યુઆંક 14એ પહોંચ્યો છે. 


રાજ્યમાં ચોમાસામાં એક ભેદી બીમારીએ કહેર વર્તાવવાનું શરૂ કર્યુ છે. મળતી માહિતી પ્રમાણે, કચ્છ જિલ્લાના લખપત-અબડાસામાં જીવલેણ બીમારીએ કહેર વર્તાવ્યો છે. આ શંકાસ્પદ બીમારીના કારણે વધુ બે દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ શંકાસ્પદ તાવને લીધે હાલમાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે, તો વળી, આ બીમારીની ઝપેટમાં આવેલા 48 લોકો સારવાર હેઠળ છે. લોકો એક પછી એક ટપોટપ મોતને ભેટી રહ્યાં હોવાથી તંત્રમાં પણ દોડધામ મચી છે. આરોગ્ય વિભાગની ટીમે આ બીમારીનો તાગ મેળવવા સર્વેલન્સ હાથ ધર્યુ છે. 


આ પણ વાંચો


Heart Diseases: ડેન્ગ્યૂ એ કોરોનાથી પણ ખતરનાક, દર્દીઓને રહે છે હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો, રિસર્ચમાં ખુલાસો