ગાંધીનગર: રાજ્યની છ મહાનગરપાલિકામાં પ્રચાર પડઘમ શાંત થયા છે. હવેથી ઉમેદવારો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી શકેશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા રાજકીય પક્ષોના નેતાઓએ મતદારોને રિઝવવા એડિચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના પ્રદેશપ્રમુખ સી આર પાટિલે આજે અમદાવાદમા રેલી યોજી હતી અને બાદમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું.
રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે, જ્યારે મતગણતરી 23 મીએ હાથ ધરાશે.
હવે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષો પ્રચાર નહી કરી શકે. તેમજ હવે કાલથી તે માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. ગુજરાત ચુંટણી પંચે ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
Gujarat Municipal Election 2021: 6 મહાનગરપાલિકામાં પ્રચાર પડઘમ શાંત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Feb 2021 08:15 PM (IST)
ગાંધીનગર: રાજ્યની છ મહાનગરપાલિકામાં પ્રચાર પડઘમ શાંત થયા છે. હવેથી ઉમેદવારો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી શકેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -