મહિસાગર: જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાસરીમાં પત્નીને તેડવા ગયેલા પતિની લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. મહિસાગરના બાલાસિનોર દેવ ઢાઠીમાં સાસરીમાં આવેલા જમાઈનું મોત થતા અનેક સવાલો ઉઠ્યા છે. સાસરીમા પત્નીને તેડવા ગયેલા યુવાનનું રહસ્યમય રીતે મોત થતા અનેક શંકાઓ ઉભી થઈ છે. ગઈ કાલે સાંજે પોતાના ઘરેથી પત્નીને તેડવા ગયો હતો યુવાન. ત્યાર બાદ તેમની લાશ મળી આવતા તેમના મોત અંગે રહસ્ય ઘેરાયું છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Surat : કાપોદ્રામાં AAPની રેલીમાં ઘર્ષણ, મહિલા કોર્પોરેટરે પોલીસને માર મારતાં રાયોટિંગનો ગુનો દાખલ
સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. વીજ બિલ ઓછા કરવા બાબતે રેલી યોજાઈ હતી, જેમાં મહિલા.કોર્પોરેટર દ્વારા પોલીસને માર મારવામાં આવતા રાયોટિંગનો ગુન્હો નોંધાયો છે. આપના કોર્પોરેટર સહિત કાર્યકર્તા વિરુદ્ધ રાયોટિંગનો ગુન્હો નોંધાયો છે. કાપોદ્રા પોલીસ દ્વારા રેલી અટકાવતા ઘર્ષણ થયું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો પર રાયોટિંગ અને સરકારી ફરજ પર રુકાવટનો ગુનો પણ નોંધાયો. પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. 


Vadodara : એક્સપ્રેસ હાઈ પર ઊભેલી આઇસર પાછળ કાર ઘૂસી જતાં બે બાળક સહિત 3નાં મોત, 3 ઘાયલ
વડોદરાઃ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં બે બાળક સહિત 3 લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ ચે. એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ તરફ નડીયાદથી 12 કિલોમીટર દૂર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા છે. અંદાજે ૧૨ વર્ષની કિશોરી અને દસ વર્ષના કિશોર તેમજ ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. મહેમદાવાદ નજીક સર્જાયો અકસ્માત.


પાર્કિંગમાં ઉભેલા આઇસરમાં પાછળથી કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાઇવે પેટ્રોલિંગ અને હાઈવે એમ્બ્યુલન્સ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યું. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા. કારમાં છ વ્યક્તિઓ સવાર થઈ સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા. મહેમદાવાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ.