NAMAJ VIDEO: દેશભરમાં ગઇકાલે બકરી ઇદની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતના કચ્છમાંથી બકરી ઇદનો તહેવાર વિવાદમાં આવ્યો છે, કચ્છમાં એક ખાનગી શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢતા શીખવાડાતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


ખરેખરમાં, અત્યારે સોશ્યલ મીડિયા એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ગુજરાતના કચ્છનો છે, આ વીડિયોમાં હિન્દુ વિદ્યાર્થીઓને સ્કૂલમાં નમાઝ પઢતા શીખવાડવામાં આવી રહી છે. આ વીડિયો કચ્છમાં આવેલી મુન્દ્રાની ખાનગી શાળા પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સનો છે, જ્યાં ગઇકાલે બકરી દઇના તહેવારની ઉજવણી દરમિયાન શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ વિદ્યાર્થીઓની સાથે નમાઝ પઢતા શીખવાડવામાં આવી રહી છે, શાળાના આવા કૃત્ય બાદ વિવાદ વકર્યો હતો અને વિદ્યાર્થીઓના વાલીઓ શાળામાં હોબાળો મચાવ્યો હતો. ખાસ વાત છે કે, વીડિયોમાં પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સના ધોરણ 5ના વિદ્યાર્થીઓ પાસે આ રીતે પરફોર્મન્સ કરાવવામાં આવ્યુ હતુ. 





Vadodara: એમએસ યુનિવર્સિટીમાં ફરી નમાજ પઢવાનો વીડિયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ


વડોદરા: એમએસ યુનિવર્સિટીમાં ત્રીજી વખત કોઈ વિદ્યાર્થિની નમાજ પડતી હોય તેવો વિડિયો સામે આવ્યો છે.  સાયન્સ ફેકલ્ટીની બોટની ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થિની નમાજ પડતા વિડીયો વાયરલ થયો હતો, યુનિવર્સિટી સત્તાધીશોએ આ મામલે હાઈ પાવર ડીસીપલીનરી કમિટીને તપાસ સોંપી છે.



વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં મુસ્લિમ યુવક અને યુવતીઓ દ્વારા નમાજ પડવાનું છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે તેવી વિગતો સપાટી ઉપર આવી હતી. આ પહેલાં સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાજ પડતા યુવકોનો બે વખત વિડીયો સામે આવ્યો હતો ત્યારે પણ હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી હતી જે બાદ વધુ એક વિડિયો સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં મુસ્લિમ વિદ્યાર્થિની નમાજ અદા કરતી હોય તેઓ વીડિયો સામે આવ્યો હતો. અન્ય મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પણ કહ્યું કે હા અમે પણ નમાજ પડીએ છીએ કેમકે નમાજનો સમય થયો હોય અને અમે જે પણ જગ્યાએ હોય ત્યાં અમે નમાજ અદા કરીએ છીએ. યુનિવર્સિટીમાં પણ અમે નમાજ પઢેલી છે. પહેલા અમને આ માટે રૂમ ફાળવવામાં આવતો હતો જોકે આ પ્રકારનો વિડીયો સામે આવતા હિન્દુ સંગઠનો ડોક્ટર જ્યોતિરનાથ મહારાજ પણ યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ પ્રકારની ગતિ વિધિ બંધ કરાવવા માંગ કરી હતી. તો યુનિવર્સિટી પી.આર.ઓએ કહ્યું કે હાઈ પાવર ડીસીપલીનરી કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે સમગ્ર મામલે તપાસ કરશે. નમાઝ પડી રહેલી વિદ્યાર્થિનીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તેમની સામે કાર્યવાહીની વાત તેમણે કરી હતી. સાથે યુનિવર્સિટીમાં ફક્ત શૈક્ષણિક કાર્ય જ ચાલે આ પ્રકારની નમાજ પડવાની ગતિવિધિ ચલાવી લેવામાં નહીં આવે તેવી વાત પીઆરઓએ કરી હતી.


 


Join Our Official Telegram Channel: 


https://t.me/abpasmitaofficial