રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે ચાર જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની પણ આગાહી કરાઇ છે.

Continues below advertisement

વરસાદી ટ્રફ અને સર્ક્યુલેશનના કારણે હજુ રાજ્યમાં ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં તો બારે મેઘ ખાંગા થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ વરસી શકે.

આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે. 1 જૂલાઈના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે માછીમારોને આગામી ચાર દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો ઇંચ વરસાદ વરસ્યો 

 છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને  તાલુકામાં પોણા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં નવ ઈંચ, સુરતના મહુવામાં  નવ ઈંચ,  તાપીના વ્યારામાં પોણા આઠ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં પોણા આઠ ઈંચ ,  તાપીના ડોલવણમાં સાડા સાત ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં  પોણા સાત ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. 

તે સિવાય જૂનાગઢના વિસાવદરમાં છ ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં છ ઈંચ, ધોરાજી,  બારડોલીમાં સાડા પાંચ ઈંચ, ચોટીલા, વડીયા, જેતપુરમાં  સાડા પાંચ ઈંચ, તિલકવાડા, ઉના, વાંસદામાં સવા પાંચ ઈંચ, ઉપલેટા, ચીખલી, બાયડમાં પાંચ પાંચ ઈંચ, ગણદેવી, વંથલી, સોનગઢમાં પોણા પાંચ ઈંચ, વેરાવળ, ખેરગામ, જલાલપોરમાં પોણા પાંચ ઈંચ, કુકરમુન્ડા, સુબિર, વઘઈમાં સાડા ચાર ઈંચ, ધનસુરા, નવસારી, આહવામાં સવા ચાર ઈંચ, પલસાણા, જોડીયા, નાંદોદમાં ચાર ચાર ઈંચ. ગરૂડેશ્વર, ગાંધીધામ, માળીયા હાટીનામાં પોણા ચાર ઈંચ , કપરાડા, ડભોઈ, તલોદમાં પોણા ચાર ઈંચ, બાબરા, કોડીનાર, ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ, ધ્રોલ, મોરબી, ધરમપુરમાં વરસ્યો સાડા ત્રણ ઈંચ , સુરતના માંડવી, ઉમરગામ, બોરસદમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.