જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે જામનગરમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત કરવા માટે વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.


જામનગરમાં નરેન્દ્ર મોદીએ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યાર બાદ હોસ્પિટલના વોર્ડને નીહાળ્યાં હતાં. જામનગરના લોકોએ નરેન્દ્ર મોદીનું જોરદાર સ્વાગત કર્યું હતું. પીએમનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે.


જામનગરમાં નરેન્દ્ર મોદી આજે અલગ-અલગ ઉદઘાટન કરવાના છે ત્યારે ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત દિગ્ગજ નેતાઓએ પણ હાજરી આપ હતી.