Chaitar Vasava: નર્મદા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, દેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. શકુંતલા વસાવાની જામીન માટેની અરજી સેશન્સ કોર્ટ ગઇ હતી, જેની સુનાવણી હવે આગામી 1લી ફેબ્રુઆરી, 2024ના દિવસે થવાની છે. ઉલ્લેખનીય છે કે,  વનકર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય સહિત 9 આરોપીને જામીન મળી ગયાં છે જયારે 3 ને હજી જામીન મળ્યાં નથી. શકુંતલા વસાવાની જામીન અરજી આ પહેલા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને પાછી ખેંચીને પછીથી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. 


મળતી માહિતી પ્રમાણે, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ચાલી રહેલાં કેસમાં નવો વળાંક આવ્યો છે. ચૈતર વસાવાની બીજી પત્ની શકુતંલા સહિત 3 આરોપીની જામીન અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલાં જ અરજી પાછી ખેંચી લેવામાં આવી છે. હવે આ અરજી પર મોટુ અપડેટ સામે આવ્યુ છે. 


ચૈતર વસાવાની બીજી પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચીને રાજપીપળા સેશન્સ કોર્ટમાં 25 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવી હતી, જેના પર 29 જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવી હતી.  વનકર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય સહિત 9 આરોપીને જામીન મળી ગયાં છે જયારે 3 ને હજી જામીન મળ્યાં નથી. આ કેસમાં શકુંતલા વસાવા સહિત ચૈતર વસાવાના પીએ જિતેન્દ્ર વસાવા અને રમેશ ગીમબાભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી આગામી 1 ફેબ્રુઆરી 2024એ કરવામાં આવશે. જોકે ચૈતર વસાવાને 22 જાન્યુઆરીના રોજ જામીન મળી ચૂકયા છે, પરંતુ હજુ સુધી જેલમાંથી બહાર આવ્યા નથી. ચૈતર વસાવા તેમની પત્ની શકુંતલા વસાવા સાથે જેલથી બહાર આવવાની રાહ જોઇ રહ્યાં છે. 


શું છે સમગ્ર મામલો 
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની બીજી પત્ની શકુતંલા સહિત 3 આરોપીની જામીન અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલાં જ અરજી પાછી ખેંચી લેવામાં આવી છે. આ પછી રાજપીપળાની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના શરતી જામીન રાજપીપળાની સેશન્સ કોર્ટે મંજૂર કરી દીધાં છે પણ પત્ની અને તેમના સાથીદારોને જામીન મળ્યાં નહીં હોવાથી ચૈતર વસાવાએ જેલમાં જ રહેવાનો નિર્ણય લીધો છે. તેમની બીજી પત્ની શકુતંલા અને બે અન્ય આરોપીને હજી જામીન મળ્યાં નથી. આરોપીઓએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પણ સુનાવણી પહેલાં જ અરજી પાછી ખેંચી લીધી છે. હવે જામીન માટે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં અરજી કરાશે. વનકર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય સહિત 9 આરોપીને જામીન મળી ગયાં છે જયારે 3 ને હજી જામીન મળ્યાં નથી.