ગાંધીનગરઃ ગુજરાતમાં ગત 19મી ડિસેમ્બરે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે. ત્યારે નર્મદામાં નાંદોદ તાલુકાના ચિત્રાવાડીના સરપંચ ઉમેદવાર વાશું વસાવાના પત્નીની તબિયત લથડી છે. પોતાના પતિની હાર થતાં તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખેસેડાયા છે. તેમની સામેના સરપંચ ઉમેદવાર કિરીટભાઈ કાભઈ વસાવાની 10 મતથી જીત થઈ છે.
નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી તા.૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાઇ હતી. ૨૧ મી ડિસેમ્બર ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાઇ છે. નર્મદા જિલ્લામાં 5 તાલુકામાં અલગ અલગ જગ્યાએ મતગણતરી કરાઈ રહી છે. નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે, ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વર તાલુકા સેવા સદન બીજા માળે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે,
દેડિયાપાડા તાલુકા માટે દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે , સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનીયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી હાથ ધરાઈ છે.
વિજેતાઓના નામ
સોઢલિયા ગામ
સરપંચ વિજેતા ઊર્મિલાબેન રમેશભાઈ તડવી 53 મતથી વિજેતા
ચિત્રાવાડી ગામ.
સરપંચ વિજેતા ઉમેદવાર કિરીટભાઈ કાભઈ વસાવા 10 મતથી જીત.
નરખડી
સરપંચ પદે વિજેતા મમતાબેન સતીષ વસાવા