Ram Mandir Rang Lagyo: ભારતભરતમાં હાલમાં અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને તૈયારીઓ પુરજોશમાં છે, ગામે ગામે ભક્તિમય અને રામમય થઇ રહ્યાં છે, ત્યારે ભારતની બહાર વિદેશોમાં પણ શ્રી રામ નામની ધૂન લાગી રહી છે, હાલમાં જ માહિતી સામે આવી છે કે, અમેરિકામાં પણ ગુજરાતીઓ રામના નામે રંગાયા છે, અમેરિકાના એટલાન્ટા શહેરમાં ગુજરાતી સમૂહે એકઠા થઇને પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. જેની તસવીરો હાલમાં સામે આવી છે.




અયોધ્યામાં 500 વર્ષ બાદ પ્રભુ શ્રીરામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યાં છે, અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય શ્રી રામ મંદિર બન્યુ છે, જેમાં આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ રહી છે, આ પ્રસંગે હવે ભારત બહાર પણ શ્રીરામના રંગે ભારતીયો રંગાયા છે. હાલમાં અમેરિકાના એટલાન્ટામાંથી ખાસ તસવીરો સામે આવી છે, જેમાં જોઇ શકાય છે કે, ભારતની સાથે સાથે વિદેશમાં પણ રામભક્તિનો રંગ અને નશો ચઢ્યો છે. અમેરિકાના એટલાન્ટામાં ગુજરાતી સમાજના લોકોએ એકઠા થઇને એટલાન્ટા શહેરના રસ્તાંઓ પર ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢી છે, આ શોભાયાત્રા અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિરને લઈને કાઢવામાં આવી હતી, 22 જાન્યુઆરીના આ દિવસને લઇને વિદેશમાં રહેતા ગુજરાતીઓમાં ખુશીનો માહોલ છે. એટલાન્ટામાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે જેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે, આ શોભાયાત્રા દરમિયાન રામભક્તોએ એટલાન્ટામાં આવેલ મંદિરમાં જોરશોરથી પ્રભુ શ્રીરામ નામના નારા પણ લગાવ્યા હતાં. ખાસ વાત છે કે, આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમેરિકાના એટલાન્ટાના મંદિરમાં 1100 દીવા પ્રગટાવીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.


પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કયા રાજ્યોમાં રજા રહેશે?



  • ત્રિપુરા: ત્રિપુરામાં તમામ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે.

  • છત્તીસગઢ: રાજ્યની તમામ સરકારી કચેરીઓ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. શાળા-કોલેજોમાં આખો દિવસ રજા રહેશે.

  • ઉત્તર પ્રદેશ: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તમામ શાળાઓ અને ઓફિસોમાં રજા જાહેર કરી છે.

  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં શાળાઓમાં સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધો દિવસ રહેશે.

  • ગોવા: ગોવા સરકારે 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓ અને શાળાઓમાં રજા જાહેર કરી છે.

  • હરિયાણા: રાજ્યની સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધો દિવસ રહેશે, જ્યારે શાળા-કોલેજોમાં આખો દિવસ રજા રહેશે.

  • ઓડિશાઃ ઓડિશા સરકારની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ માટે હાફ ડેની જાહેરાત કરવામાં આવી છે.

  • આસામ: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આસામ સરકારે સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાફ ડેની જાહેરાત કરી છે.

  • રાજસ્થાનઃ રાજસ્થાનમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે હાફ ડે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે.

  • ગુજરાતઃ ગુજરાત પણ તે રાજ્યોમાં સામેલ છે જ્યાં સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 2.30 વાગ્યા સુધી અડધો દિવસ રહેશે.

  • ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશે નિર્ણય લીધો છે કે તેના હેઠળની તમામ સરકારી કચેરીઓમાં આખો દિવસ રજા રહેશે.

  • ઉત્તરાખંડ: ઉત્તરાખંડ સરકારે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાફ ડેની જાહેરાત કરી છે. સરકારી કચેરીઓ પણ અડધો દિવસ બંધ રહેશે.

  • મહારાષ્ટ્ર: રાજ્ય સરકારે શુક્રવારે જાહેરાત કરી કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મહારાષ્ટ્રમાં જાહેર રજા રહેશે. શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રહેશે.

  • પુડુચેરી: કેન્દ્રશાસિત પ્રદેશે પણ નિર્ણય લીધો છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પુડુચેરીમાં જાહેર રજા રહેશે.

  • દિલ્હીઃ દિલ્હી સરકારની તમામ ઓફિસોમાં અડધા દિવસની રજા રહેશે. દિલ્હીની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અડધો દિવસ રહેશે.