Navsari Rain: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાએ દક્ષિણથી લઇને ઉત્તર ગુજરાત સુધી ધમાકેદાર બેટિંગ કરી છે. આજે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં મેઘો મનમુકીને વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડા, પારડીમાં 12-12 ઇંચ વરસાદે તબાહી મચાવી છે. 


દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક રીતે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આ બધાની વચ્ચે ખેરગામમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગુય છે, લોકોના ઘરોમાં અને ખેતરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, અને લોકોને ઘરમાં રહેવા મજબૂર થવુ પડ્યુ છે. આ ઉપરાંત વાંસદા તાલુકામાં પણ 6 ઈંચ વરસાદે તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નવસારીની પૂર્ણા નદીનું જળસ્તર ઝડપથી વધ્યુ છે. પૂર્ણા નદીની જળસપાટી હાલમાં 16.75 ફૂટથી ઉપર પહોંચી છે. વાંસદાથી પસાર થતી કાવેરી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. કાવેરી નદીમાં જુજ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે. 


અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  તેમના જણાવ્યા મુજબ અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. એક પછી એક બનતા લો પ્રેશરના કારણે વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


સિઝનનો અત્યાર સુધીમાં કેટલો વરસ્યો વરસાદ


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 74.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 88.99, તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 88.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.26 ટકા વરસાદ.. તો મધ્ય ગુજરાતમાં 59.22 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 55.97 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે. 


આ પણ વાંચો


Rain: 24 કલાકમાં 234 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ, તાપીમાં 13 ઇંચ, જાણો તમામ તાલુકાના આંકડા....