પોરબંદરના કુતિયાણાથી NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ JMFC કોર્ટે દોષિત જાહેર કર્યા છે. તેઓને કોર્ટે દોઢ વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વર્ષ 2007માં રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કાંધલ જાડેજા પોલીસ જાપ્તામાંથી ફરાર થયા હતા. આ મામલે કાંધલ જાડેજા, 4 પોલીસકર્મી, 3 ડૉક્ટર સહિત 14 શખ્સો સામે કોર્ટમાં કેસ ચાલતો હતો. આજે કોર્ટે કાંધલ જાડેજાને દોષિત ઠેરવી દોઢ વર્ષની સજા સંભળાવી હતી. તો બાકીના 13 આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા.
કાંધલ જાડેજાના વકીલનું કહેવું છે કે, આ કેસમાં કાંધલ જાડેજા 19 મહિનાની તો સજા ભોગવી ચૂક્યા છે. સાથે જ ધારાસભ્યપદમાં કોઈ પ્રકારની અસર નહીં થાય અને ચૂંટણી લડી શકશે. વર્ષ 2005માં પોરબંદરમાં પૂર્વ નગરસેવક કેશુ ઓડેદરાની હત્યા કરી દેવાઈ હતી. આ કેસમાં કાંધલ જાડેજાની ધરપકડ થઈ હતી.
10 રૂપિયાની નોટ પર પ્રેમિકાએ લખ્યો લવ લેટર
સોશિયલ મીડિયા એક અદભૂત વસ્તુ છે. તેના પર ક્યારે શું વાયરલ થાય તે કહી શકાય નહીં. થોડા સમય પહેલા દસ રૂપિયાની નોટ પર લખેલું 'સોનમ ગુપ્તા બેવફા હૈ' વાયરલ થયું હતું, જેથી લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા હતા. તાજેતરમાં જ આવો જ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યારે એક પ્રેમિકાએ તેના પ્રેમી માટે દસ રૂપિયાની નોટ પર લખ્યું છે કે તેણે તેને ઘરે ભગાડીને લઈ જવી જોઈએ.
શું લખ્યું છે 10 રૂપિયાની નોટ પર
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા ફોટો શેર કરવામાં આવ્યોછે. જેમાં દસ રૂપિયાની નોટ પર લખ્યું છે, 'વિશાલ, મારા લગ્ન 26 એપ્રિલે છે. મને લઇ જા. હું તને પ્રેમ કરું છું. તારી કુસુમ.' આ લાઇનો દસ રૂપિયાની નોટ પર લખેલી છે.
આ નોટને શેર કરતા ક્રાઈમ માસ્ટર ગોગો નામના ટ્વિટર યુઝરે લખ્યું કે ટ્વિટરના લોકો આપણી તાકાત બતાનવો. કુસુમનો આ મેસેજ 26 એપ્રિલ પહેલા વિશાલ સુધી પહોંચાડવાનો છે. બે પ્રેમી પંખીડાનું મિલન કરાવવાનું છે. મહેરબાની કરીને તમે જાણો છો તે બધા વિશાલ નામના છોકરાઓને ટેગ કરો.