Chhota Udepur : છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. કવાંટ નજીક ધનિવાડી પાસે બન્ને બસ  સામસામે અથડાઈ. જો કે આ અકસ્માતમાં સ્કૂલબસમાં સવાર વિદ્યાર્થીઓનો બચાવ થયૉ છે અને એક વિદ્યાર્થીને ઇજા થઇ છે. સ્ફુલ બસના ચાલકને  ઈજા થઇ છે. સ્થાનિકોએ રેસ્ક્યુ કરી ડ્રાઈવરને બહાર કાઢ્યો.સન રાઈઝ સ્કૂલની  બસ અને છોટાઉદેપુર-કવાંટ ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  મળતી માહિતી મુજબ તિરંગા રેલી માટે વિદ્યાર્થીઓ છોટાઉદેપુર આવી રહ્યા હતા.


એસટી બસે સાત જેટલા લોકોને અડફેટે લીધા
ગોધરા વડોદરા હાઇવેના કોઠી સ્ટીલ સર્કલ પાસે એસટી બસ ચાલકે સાત જેટલા લોકોને અડફેટે લીધા હતા.  અકસ્માતની સમગ્ર ઘટના  માર્ગ પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.  એક જ મહિનામાં માત્ર ST બસ અક્સ્માતની ચોથી ઘટના  બની છતા તંત્ર ઉદાસીન છે. 


સલામત સવારી એસ ટી અમારી હવે જોખમી અને અસલામત પુરવાર થઈ રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ ગોધરા વડોદરા હાઇવે કોઠીસર્કલ પાસે એક જ મહિના માં માત્ર એસટી બસના જ ચાર જેટલા અક્સ્માત સર્જાયેલ છે. ત્યારે ફરી એકવાર  રુવાડા ઉભા કરી દે તેવા એસટી બસ  અકસ્માતની ઘટનાના  સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 


ગોધરા વડોદરા હાઇવેના કોઠી સર્કલ પાસે 7 જેટલા લોકો એસટી બસની રાહ જોઈ રોડની સાઈડમાં ઉભા હતા. દરમિયાન બાયડથી પાવાગઢ તરફ જઈ રહીને એસટી બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. આ બસમાં મુસાફરી કરવા માટે રસ્તા ઉપર ઉભા રહેલ લોકોએ હાથ ઉચો કરી એસ.ટી.બસને થોભાવા માટે પ્રયાસ કર્યો હતો.


દરમિયાન પુર ઝડપે આવી રહેલ એસટી બસ ચાલકે બસ થોભાવવા માટે બ્રેક લગાવી હતી. આ દરમિયાન અચાનક એસટી બસ બંધ પડી જતા એસ ટી બસનુ સ્ટરિંગ લોક થઈ જવા પામ્યું હતું જેના કારણે એસટી બસના ચાલક કે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં  ઊભા રહેલ બે બાળકો સહીત સાત લોકો એસ ટી બસની અડફેટે આવી ગયાં હતાં. 


આ પણ વાંચો : 


HAR GHAR TIRANGA: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા, ખાનગી હોસ્પિટલમાં દાખલ