ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને રોકવા માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે રોકાવાનું નામ લેતો નથી. ત્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલ સાંજથી લઈને આજે સવાર સુધીમાં નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે ગઈકાલ સાંજથી લઈને આજે સવાર સુધીમાં નવા 23 પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં લીંબડી શહેરી વિસ્તારમાં 01, લીંબડીના બોરણામા‌ 03 અને ચોટીલા તાલુકાના ગામોમાં 18 સહિત ફૂલ 23 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે પણ 29 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે આજે નવા 23 પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય વિભાગમાં દોડદામ મચી ગઈ હતી. જિલ્લામાં કૂલ કોરોના પોઝિટિવની સંખ્યા 674 પર પહોંચી ગઈ છે.