બોટાદઃ નીતિન જાની ઉર્ફ ખજૂરભાઇએ ફરી એક વાર લોકોનુ દિલ જીતી લીધું છે. બોટાદના સરવા ગામના 22 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ યુવકને નીતિન જાનીએ ગઈકાલે ઘર બનાવી આપ્યું હતું. નીતિન જાનીના આ કામની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર, માનસિક રીતે અસ્વસ્થ આ યુવક છેલ્લા છ વર્ષથી એક ઝાડ નીચે રહેતો હતો. તેને સાંકળથી બાંધીને રાખવામાં આવતો હતો. યુવક અને તેના પરિવારનું દુઃખ જોઇને ખજૂરભાઇએ યુવકને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરી આપી હતી. એટલું જ નહીં નીતિનભાઇએ યુવકના પરિવારને ખેતરમાં બોર પણ કરાવી આપ્યો હતો.


 90 ફૂટે પાણી આવતા જ ખેડૂત પરિવારમાં આનંદ છવાયો હતો. બીજી તરફ ઘર તૈયાર થતા માનસિક અસ્થિર મહેશ નામના યુવકને નવડાવી, નવા કપડા પહેરાવી ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો.  ઘરમાં પ્રવેશતા જ મહેશમાં પણ પરિવર્તન આવ્યું અને સામાન્ય વ્યકિતની જેમ વર્તવા લાગ્યો હતો. જે મહેશ થોડા દિવસ પહેલા લોકો નજીક જાય તો પથ્થર ફેંકતો તે મહેશ આજે પરિવાર સાથે બેસી નાસ્તો પણ કર્યો હતો અને તમામ સાથે હસતા હસતા વાત કરતો હતો. બાદમાં માનસિક રીતે અસ્વસ્થ યુવકને સારવાર માટે નીતિન જાનીએ સમજાવટ કરી અને એમબ્યુલંસ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


 નીતિન જાનીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે મહેશને બસ હૂંફની અને વ્યવસ્થા પરિવર્તનની જરૂર હતી. ચાર દિવસ પહેલા કરતા આજની મહેશની સ્થિતિ કંઈક અલગ છે. આ તકે મહેશના પરિવારજનોએ નીતિન જાનીનો આભાર પણ માન્યો હતો.


 


IPL 2022: સિઝનની વચ્ચે જ સાહાએ છોડ્યો ટીમનો સાથ, Whatsapp ગૃપમાંથી પણ નીકળી ગયો બહાર


બદલાઇ જશે અક્ષય કુમારની 'પૃથ્વીરાજ'નું નામ, કેમ ફિલ્મ મેકર્સે અચાનક લીધો મોટો નિર્ણય, જાણો


IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો


Qualifier 2: બટલરે સીઝનની ચોથી સદી ફટકારી ઈતિહાસ રચ્યો, કોહલીના આ રેકોર્ડની કરી બરાબરી