Prithviraj Name Change: અક્ષય કુમાર (Akshay Kumar) આજકાલ ચર્ચામાં છે. તેની ફિલ્મ પૃથ્વીરાજ (Prithviraj) સિનેમાધરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મથી માનુષી છિલ્લર (Manushi Chillar) બૉલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. ફિલ્મ રિલીઝ થયા પહેલા જ વિવાદોમાં ફસાઇ ગઇ છે. કરણી સેનાએ યશરાજ સ્ટુડિયો (Yashraj Studio) પાસે ફિલ્મનુ નામ બદલવાની માંગ કરી હતી. તે ઇચ્છતા હતા કે ફિલ્મનુ નામ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કરી દેવામાં આવશે. યશરાજ સ્ટૂડિયોએ કરણી સેનાની વાત માની લીધી છે, અને ફિલ્મનુ નામ બદલવાનો નિર્ણય લીધો છે. 


શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ આજે યશરાજ સ્ટૂડિયોના સીઇઓ અજય વિદાની સાથે એકવાર ફરીથી મુલાકાત કરી અને ફિલ્મ પૃથ્વીરાજનુ નામ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કરવાની માંગ કરી હતી. કેટલીય મુલાકાતો બાદ કરણી સેનાની વાત માની લેવામાં આવી છે, અને આ સંબંધમાં એક લેટર પણ કરણી સેનાને સોંપવામાં આવ્યો છે. 


યશરાજ સ્ટૂડિયોએ આપ્યો લેટર -
યશરાજ સ્ટૂડિયોએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના યુવા અધ્યક્ષ શ્રી સુરજીત સિંહ રાઠોડને એક લેટર મોકલ્યો છે, જેમાં તેમને લખ્યુ છે કે અમે ફિલ્મ ટાઇટલ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કરીશુ. 


પૃથ્વીરાજ ફિલ્મની વાત કરીએ તો આમાં અક્ષય કુમારની સાથે સંજય દત્તા, સોનૂ સૂદ અને આશુતોષ રાણા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડાયરેક્ટ કરી છે, આ ફિલ્મ 3 જૂને રિલીઝ થવાની છે. 


આ પણ વાંચો.......... 


IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો


રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના


દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબ્યું, 6 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો


SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ


ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે


Vande Bharat Trains:આધુનિક અને સુરક્ષિત સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડશે, રેલવેએ બનાવ્યો મોટો પ્લાન