અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. રાજસ્થાનને 18.1 ઓવરમાં ટાર્ગેટ હાંસિલ કર્યો છે. નિર્ણાયક મેચમાં રાજસ્થાનના કેપ્ટન બટલરે શાનદાર સદી ફટકારી હતી. આ સિઝનમાં આ તેની ચોથી સદી છે. આ સાથે તેણે વિરાટ કોહલીના એક ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.


આ પહેલા IPL 2016માં વિરાટ કોહલીએ 4 સદી ફટકારી હતી. તેણે આ સિઝનમાં 973 રન બનાવ્યા છે. કોહલીએ IPL 2016માં પણ 7 અડધી સદી ફટકારી હતી. આજની મેચમાં બટલરે સદી ફટકારીને કોહલીની બરાબરી કરી લીધી છે. જોસ બટલર IPLના ઈતિહાસમાં ચાર સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે.


 


IPLમાં સૌથી વધુ સદી


ક્રિસ ગેલ - 6 સદી
વિરાટ કોહલી/જોસ બટલર - 5 સદી
શેન વોટસન, ડેવિડ વોર્નર, કેએલ રાહુલ - 4 સદી



T20 શ્રેણીમાં સૌથી વધુ સદી


4 સદી: વિરાટ કોહલ (IPL 2016)
4 સદી: જોસ બટલર (IPL 2022) *
3 સદી: માઈકલ ક્લિન્ગર (T20 બ્લાસ્ટ 2015)


IPL પ્લેઓફમાં સદી ફટકારનાર બેટ્સમેન
122 રન: વીરેન્દ્ર સેહવાગ, PBKS v CSK 2014 (Q2)
117*: શેન વોટસન, CSK વિ SRH 2018 (ફાઇનલ)
115*: રિદ્ધિમાન સાહા, PBKS v KKR 2014 (ફાઇનલ)
113: મુરલી વિજય, CSK v DC 2012 (Q2)
112*: રજત પાટીદાર, RCB vs LSG 2022 (એલિમિનેટર)
106*: જોસ બટલર, RR vs RCB 2022 (Q2)


IPL 2022ના બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાને 14 વર્ષ બાદ IPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ટીમ માટે જોસ બટલરે તોફાની ઇનિંગ રમી હતી. તેણે ખતરનાક બેટિંગ કરતા સદી ફટકારી હતી. રાજસ્થાન માટે પ્રસિદ્ધ કૃષ્ણા અને ઓબેદ મેકકોયે અદ્દભુત બોલિંગ કરી હતી. આ બંને બોલરોએ 3-3 વિકેટ લીધી હતી. 29મી મેના રોજ ફાઇનલમાં રાજસ્થાનનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે.