શિયાળુ પાક માટે સરકાર દ્વારા ખેડૂતો માટે નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાં પાણીનો યોગ્ય જથ્થો હોવાથી સિંચાઇ માટે પાણી આપવામાં આવશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, કડી, કલોલ, સાણંદ, વિરમગામ કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડવામાં આવશે.
આ સિવાય લખતર, વઢવાણ અને પાટડી કેનાલમાં પણ પાણી છોડાશે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, ખેડૂતો માટે મુખ્ય કેનાલ અને પ્રાંત કેનાલોમાં 70 દિવસ સુધી પાણી છોડવામાં આવશે.